Site icon Revoi.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દાયકાને ભારતનો ટેકનોલોજીકલ યુગ ગણાવ્યો

Social Share

 નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ દાયકો ભારતના ટેકનોલોજીકલ વિકાસનો દાયકો છે અને ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં દેશની પહેલ સમગ્ર વિશ્વને લાભદાયી બનશે. ગઈકાલે ગુજરાતના સાણંદમાં કીન્સ સેમિકન્ડક્ટરના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના નાનીમાં આશરે 20,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હોવા છતાં, ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ખાતરી કરી છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષની અસર દેશના નાગરિકો પર પડે.

પ્રધાનમંત્રીએ ગઈકાલે ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

વધુ વાંચો: વસ્તી ગણતરી-2027નો પ્રથમ તબક્કો આજથી શરૂ

 

Exit mobile version