Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભારતીય ઉદ્યોગ પરિસંધની વાર્ષિક બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભારતીય ઉદ્યોગ પરિસંધની વાર્ષિક બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. બેઠકનો વિષય ‘ભારતના 75 વર્ષ’ છે. સરકાર અને ઉદ્યોગપતિઓ આત્મનિર્ભર ભારત માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે સોમવારે સરકારના ઈ-માર્કેટપ્લેસના વિસ્તરણની હિમાયત કરી હતી. સુબ્રમણ્યમે કહ્યું કે,સરકારના આ જાહેર ખરીદી પ્લેટફોર્મનો વ્યાપ વધારવો જોઈએ અને તેમાં રાજ્ય કક્ષાની પ્રક્રિયાઓ અને પ્રાથમિકતાઓનો સમાવેશ થવો જોઈએ. આ સાથે, આ પોર્ટલ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટર માટે વધુ મદદરૂપ સાબિત થશે.

આ સિવાય તેમણે GEM ની વ્યાખ્યા બદલવા અને તેનો વ્યાપ વધારવાનું પણ સૂચન કર્યું હતું. વાણિજ્ય મંત્રાલયે GEM ની શરૂઆત ઓગસ્ટ 2016 માં કરી હતી. તેનો ઉદ્દેશ સરકાર માટે ખુલ્લો અને પારદર્શક પ્રાપ્તિ પ્લેટફોર્મ આપવાનો હતો. વાણિજ્ય સચિવે ભારતીય ઉદ્યોગ પરિસંધના નેશનલ પ્રોક્યોરમેન્ટ સેમિનારને સંબોધતા જણાવ્યું હતું કે GEM ને વધુ વિસ્તૃત કરવાની જરૂર છે. કેટલીક વિશેષ રાજ્ય કક્ષાની પ્રક્રિયાઓ અને પ્રાથમિકતાઓ આમાં ઉમેરવી જોઈએ, જેથી આ પ્લેટફોર્મ MSME ને વધુ મદદ કરી શકે.