Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે નવા સંસદ ભવનનું કરશે ભૂમિપૂજન

Social Share

દિલ્હીઃ નવા સંસદ ભવનનું રૂ. 850 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. જેનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10મી ડિસેમ્બરના રોજ કરશે. ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. હાલનું સંસદ ભવન મર્યાદિત જગ્યાને કારણે નાનું પાડવા લાગ્યું  છે, તેથી નવા ભવનના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંસદ ભવનના સંકુલમાં જ તેનું નિર્માણ કરવામાં આવશે. નવા બિલ્ડિંગમાં સંયુક્ત નિયમ ચાલશે તો પણ 1350 સાંસદોની બેઠક વ્યવસ્થા હશે.

નવા સંસદભવનની બિલ્ડીંગ 65 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી હશે. તેમજ 16921 ચોરસ મીટર ભૂગર્ભ ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવશે. 3 માળની આ ઈમારતની રચના અમદાવાદના વિમલ પટેલ કરવાના હોવાનું જાણવા મળે છે. તેમજ નવી ઈમારતની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી છે. લગભગ 850 કરોડમાં બનનારી બિલ્ડીંગને વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.