નવી દિલ્હી, 04 જૂન 2026: Venezuela’s acting president Delcy Rodriguez પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્યસંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.
રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ ગઈકાલે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. તેઓ અગાઉ 2015માં વિદેશ મંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે.
વેનેઝુએલાના પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓને સમજવા અને સહયોગ માટે નવી શક્યતાઓ શોધવાના ઉદ્દેશ્ય સાથે ભારતના ઊર્જા, ફાર્માસ્યુટિકલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં અનેક સ્થાપનાઓની મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે ઊર્જા, વેપાર અને વૈશ્વિક દક્ષિણ પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત સૌહાર્દપૂર્ણ સંબંધો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે.

