Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજીમાં ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોકાર્પણ કરશે

Social Share

ગાંધીનગર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ગુરૂવારે સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોના ઉદઘાટનો અને લોકાર્ણો કર્યા બાદ હવે આજે શુક્રવારે અંબાજીના દર્શન માટે જશે. જ્યાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના લોંચ કરશે.

વડાપ્રધાન મોદી આજે શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી  મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ પીએમ મોદીના માર્ગ દર્શન હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23ના બજેટમાં જાહેર કરી છે. પીએમ મોદી આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23 ના બજેટમાંજાહેર કરી છે વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે સરકારે ગૌ શાળાઓ અને પાંજરાપોળોને માટે 500 કરોડની યોજના મહિનાઓ પહેલા જાહેર કરી હતી, પણ સહાય ન અપાતા ગૌશાળા અને પાંજરોપોળના સંચાલકો દ્વારા લડત શરૂ કરવામાં આવી હતી. આ લડતમાં સાધુ-સંતો પણ જોડાયા હતા. હવે આજે અંબાજીમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો વિધિવત પ્રારંભ કરાવાશે.

Exit mobile version