Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધઃ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયાં

Social Share

દિલ્હીઃ Yahoo એ ભારત માટે તેના 2021 ઈયર ઇન રિવ્યુ (YIR)ની જાહેરાત કરી છે. આ વર્ષે ભારતીય યુઝર્સે શું સર્ચ કર્યું તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમના મતે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે. તેમને આજે પણ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. બીજા ક્રમ ઉપર ક્રિકેટર વિરાટ કોહલીનો નંબર આવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજા સ્થાને છે. દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

2021ની ટોપ ન્યૂઝમેકર કેટેગરીમાં, ખેડૂત આંદોલન’ નંબર વન હતો. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાને તાજેતરમાં ડ્રગ્સના કેસમાં સમાચારમાં આવ્યા બાદ બીજું સ્થાન મેળવ્યું હતું. ‘ભારતના 2021 કેન્દ્રીય બજેટ’, રાજ કુન્દ્રા અને બ્લેક ફંગસે આ કેટેગરીમાં ત્રીજું, ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે. દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ‘સૌથી વધુ સર્ચ કરાયેલા પુરુષ સેલિબ્રિટીઝ’ કેટેગરીમાં ટોચ પર છે. અભિનેતા સલમાન ખાને બીજા સ્થાને, અલ્લુ અર્જુન ત્રીજા સ્થાને છે. પુનીત રાજકુમાર અને દિવંગત અભિનેતા દિલીપ કુમાર અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. અભિનેત્રી કરીના કપૂર 2021માં ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી મહિલા સેલિબ્રિટી હતી. કેટરીના કૈફ તેની સફળ ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ પછી બીજા ક્રમે છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.