Site icon Revoi.in

કેદીનો કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો જ જામીન પર મુક્તિ મળશેઃ હાઈકોર્ટે

Social Share

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આ અંગે કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને કેટલાક પગલા લેવા સૂચન કર્યું હતું. દરમિયાન હવે જેલમાં બંધ કેદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને જાણીન ઉપર મુકત કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ જ્યારે કેદી જામીન ઉપરથી પરત ફરે ત્યારે તેને નિયમ અનુસાર ક્વોરન્ટીન કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે કોવિડ 19 મહામારીના સંક્રમણને રોકવા અને તેના માટે સાવધાની રાખવા નિર્દેશ કર્યો છે કે જે કેદીઓને જામીનની મંજુરી મળી ગઈ છે. તેમને કોવિડ 19 ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જે અરજદારનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તેને જ આ આદેશનો લાભ મળશે અને તેને અસ્થાયી જામીન પર છોડવામાં આવશે. તેવો નિર્દેશ એક જામીન અરજીની સુનાવણીમાં કર્યો હતો.  અરજદારને અસ્થાયી જામીન પર મુક્ત કરતા પહેલા જેલ અધિકારીઓએ તેમનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને માત્ર નેગેટીવ રિઝલ્ટ આવવા પર જ જામીન આદેશનો અમલ થશે. જ્યારે કેદી જામીન ઉપરથી પરત ફરે ત્યારે તેને કોરોના મહામારી સંબંધીત પ્રોટોકોલ અનુસાર કવોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. જેલમાં બેધ કેટલાક કેદીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેમની સારવાર કરવામાં આવી હતી. તાજેતરમાં જ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સત્તાવાળાઓએ કેદીઓના કોરોના ટેસ્ટ કર્યાં હતા. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.