Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં આજે ખાનગી શાળાઓ રહેશે બંધ -વિદ્યાર્થીના આપઘાતનો છે મામલો, આચાર્ય અને શિક્ષકનીથઈ ઘરકપડ

Social Share

લખનૌઃ- આજરોજ ઉત્તરપ્રદેશ રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવનાર છે શિક્ષક તથા આચાર્યની ઘરપકડ મામલે વિરોધ પ્રદર્શન કરતા આજરોજ શાળાઓ બંધ રાખવામાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આઝમગઢની ચિલ્ડ્રન્સ ગર્લ્સ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીના મૃત્યુના સંબંધમાં આચાર્ય અને શિક્ષકની ધરપકડના વિરોધમાં મંગળવારે રાજ્યભરની ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે.

યુપીના આઝમગઢની 11મા ધોરણની વિદ્યાર્થીની ચિલ્ડ્રન ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ગત 31મી જુલાઈના રોજ વિદ્યાર્થીએ શાળાના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી, જેમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક પર બાળકીને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી પોલીસે પુરાવાનો નાશ કરવાના આરોપમાં શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષકની ધરપકડ કરી હતી. હવે લોકો દ્રારા તેમની ધધરપકડનો વિરોધ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પછી સ્કૂલ મેનેજમેન્ટના પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચરની જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી, યુપીના તમામ ખાનગી શાળા સંગઠનોએ 8 ઓગસ્ટના રોજ તમામ ખાનગી શાળાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો. શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન વર્ગો પણ 8 ઓગસ્ટે બંધ રહેશે.

આજરોજ શાળાઓમાં રજા  અંગે શાળા તરફથી વાલીઓના મોબાઈલ પર મેસેજ મોકલ્યા છે. CBSEની સાથે સાથે કેટલીક ICSE સ્કૂલો પણ બંધ રહેશે. પૂર્વાંચલ સ્કૂલ વેલફેર એસોસિએશનના પ્રમુખ ડૉ. દીપક મધોકે જણાવ્યું કે મંગળવારે સ્કૂલોમાં અભ્યાસ બંધ રહેશે. શિક્ષકો શાળામાં આવશે અને કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવશે.