Site icon Revoi.in

ડિસઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં LICના કર્મચારીઓ હડતાળ પર

Social Share

મુંબઈ: ખાનગીકરણનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોના લાખો કર્મચારીઓ આ અઠવાડિયે સોમવાર અને મંગળવારે બેંકોના ખાનગીકરણ સામે હડતાળ પર હતા. ત્યારે આજે હવે એલઆઈસીના કર્મચારીઓ હડતાળ પર છે.

એલઆઈસીના કર્મચારીઓ ડિસઇન્વેસ્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2021 માં એલઆઈસીનો આઇપીઓ લાવવાની જાહેરાત કરી છે.

એલઆઈસી એ વીમા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે,જેની સ્થાપના 1956 માં થઈ હતી. એલઆઈસીમાં કુલ 1 લાખ 14 હજાર કર્મચારી કામ કરે છે. લગભગ 29 કરોડ નીતિ ધારકો આ સાથે સંકળાયેલા છે.

નિષ્ણાંતોના મતે એલઆઈસીની હાલની કિંમત ઓછામાં ઓછી 12 લાખ કરોડ રૂપિયા હશે. સરકાર તેમાં 10 ટકા હિસ્સો વેચવા માંગે છે. મતલબ કે એલઆઈસીના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા સરકાર ઓછામાં ઓછા 1.2 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરશે. ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપરાંત, એલઆઈસીના કર્મચારીઓ પણ વીમા ક્ષેત્રમાં 74 ટકા એફડીઆઈનો વિરોધ કરી રહ્યા છે.

જાણકારો તેવુ પણ કરી રહ્યા છે કે ખાનગીકરણનો વિરોધ કરવા પાછળનું કારણ નોકરીની સલામતી પણ હોઈ શકે છે. જાણકારોએ પોતાનો મંતવ્ય રજૂ કરતા કહ્યું કે કેટલાક લોકોને કદાચ ખાનગી ક્ષેત્રમાં નોકરીની સલામતી દેખાતી નથી. આ જ કારણોસર સરકારી નોકરી પાછળ હોડ લાગી રહી છે અને પ્રાઈવેટ સેક્ટરમાં લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે. લોકોના આ પ્રકારના મંતવ્યો અને સ્વભાવના કારણે પ્રાઈવેટ સેક્ટરમાં તરફ લોકો વળવા માંગતા નથી અને પ્રાઈવેટ સેક્ટરમાં કદાચ એટલુ કામ થઈ રહ્યું નથી જેટલુ થવુ જોઈએ.

-દેવાંશી