Site icon Revoi.in

કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારીઓ, મધ્ય ગુજરાતના મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજરી આપશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પ્રસાર-પ્રચારનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કોગ્રેસ દ્વારા બે-ત્રણ મહિનામાં જુદા જુદા સ્થળોએ ચાર મહાસંમેલનો યોજાશે. સંમેલનોમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત નેતાઓને હાજર રાખવા પણ તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ દ્વારા ચાર વિભાગોમાં જે સંમેલનો યોજાવાના છે. જેમાં મધ્ય ગુજરાતમાં યોજાનારા મહિલા સંમેલનને  પ્રિયંકા ગાંધી સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે.  કહેવાય છે. કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં એટલે કે મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે અને ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.