Site icon Revoi.in

જૂના વિચારોને છોડીને આગળ વધી રહેલા ભારતમાં હવે પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થઈ રહ્યાં છેઃ PM મોદી

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો પ્રારંભ કરાવ્યો હતો. રૂ. 100 લાખ કરોડની આ યોજના હેઠળ રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલયોને ડિજીટલી કનેક્ટ કરી શકાશે. જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને તેજી મળશે. પ્રારંભમાં 16 એવા મંત્રાલયની ઓળખ કરાઈ છે જો બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ દેખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ શક્તિ યોજનાનું એલાન કર્યું હતું.

આ પ્રસંગ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે દુર્ગા અષ્ટમી છે સમગ્ર દેશમાં આજે કન્યા પૂજન થઈ રહ્યું છે. આજે દેશની પ્રગતિને શક્તિ આપવાના શુભ કાર્ય થઈ રહ્યું છે.આ 21મી સદીના ભારતના નિર્માણને નવી ઉર્જા મળશે. વિકાસના માર્ગો ઉપર આવતી અડચણ દૂર કરશે અને ભારતના વિકાસને ગતિ આપશે. એક પોર્ટમાં તમામ યોજનાઓની જાણકારી મળશે.

તેમણે વધુમાં કહ્યું કે, પહેલાની સરકારોને લાગતુ હશે કે જેવુ ચાલે છે તેવુ ચાલવા દો, આજ ભારત સમય પર પ્રોજેક્ટને પૂરા કરી રહ્યાં છીએ, સરકારી શબ્દોનો અર્થ મહેલા બગડ્યું હતું, લોકોને લાગતું હતું કે, સરકારી મતલબ ક્વોલિટી ખરાબ, પરંતુ ભારત 21મી સદીમાં જૂના વિચારો પાછળ છોડ્યાં છે. સરકારી વિભાગો વચ્ચે તાલમેલની ખામી જોવા મળે છે. જેના કારણે જે પ્રોજેક્ટ અટકી પડ્યાં છે. હું જ્યારે 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે લાખો, કરોડોના પ્રોજેક્ટ અટકેલા હતા. અમે તમામ અડચણ દૂર કરવાના પ્રયાસ કર્યાં છે. રસ્તો બન્યા બાદ પાણીની પાઈપલાઈન નાખવા માટે તેને ખોદવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 70 વર્ષની સરખામણીએ ભારતમાં ઝડપી કામગીરી થઈ રહી છે. પહેલા નેચરલ ગેસ પાઈપલાઈન 1897માં કમીશન થઈ ગઈ. ફરી 2014 સધીના 27 વર્ષમાં દેશમાં 15 હજાર કિમી નેચરલ ગેસ પાઈપલાઈન બની છે. આજે સમગ્ર દેશમાં 16 હજાર કિમીથી વધારે ગેસ પાઈપલાઈન ઉપર કામ ચાલી રહ્યું છે. જેટલુ કામ 27 વર્ષમાં થયું પરંતુ અમે તેનાથી પણ ઘણા ઓછા સમયમાં કરીશું. ક્યાંક પોર્ટ હતા તો એને કનેક્ટ કરવા માટેના રેલ-માર્ગ ન હતા. જથી એક્સપોર્ટ અને લોઝિસ્ટિક કોસ્ટમાં વધારો થયો હતો. આ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં અડચણ હતી. એક અભ્યાસ અનુસાર ભારતમાં લોઝિસ્ટિક કોસ્ટ જીડીપીના 13 ટકા જેટલું છે. દુનિયાના મોટાભના દેશો આવી પરિસ્થિતિમાં નથી. 200 એરપોર્ટ, હેલીપેડ અને વોટર એરડોમ બનશે. દેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવાની કામગીરી ચાલી રહી છે. એક હજાર કિમી લાંબા નવા મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. હવે દેશને વિશ્વાસ છે કે, ભારત ઝડપથી કામ થઈ રહ્યું છે.