Site icon Revoi.in

મોંધવારી મુદ્દે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ,કાર્યકરોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત

Social Share

રાજકોટ:રાજકોટ સહીત સોરાષ્ટ્રમાં વધતી જતી મોંધવારીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવતા હોય છે ત્યારે રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંધવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.શહેરના પરાબજાર ખાતે મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. અને ખાલી તેલના ડબ્બા સાથે સીંગતેલના ભાવ વધારા સામે કોંગ્રેસી મહિલાઓએ રોષ પ્રગટ કર્યો હતો.

આ સાથે ‘સસ્તી દારૂ મહેંગા તેલ’, ‘હાય રે ભાજપ હાય’નાં નારા લગાવી સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા.જેમાં કોંગ્રેસ OBC વિભાગની મહિલા હોદ્દેદારો, કાર્યકર્તાઓએ વધતા જતા ખાદ્યતેલનાં ભાવ અને અનાજ કઠોળનાં ભાવ સહિતનાં મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,સીંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે.જેથી મોંઘવારીનો માર સામાન્ય જનતા સહન કરી રહી છે.જેને પગલે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા આ મોંઘવારીને લઇને તેલના ખાલી ડબ્બા સાથે વિરોધ કર્યો હતો.