Site icon Revoi.in

પુલવામા આતંકવાદી હુમલાને કારણે આર્ટિકલ 370 હટાવવા મજબુર થવુ પડ્યુંઃ કેન્દ્ર સરકાર

Social Share

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા માટે મજબુર થવું પડ્યું હતું. તેમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 દૂર કરાવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન રજુઆત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ભારતમાં સંપૂર્ણ વિલય થઈ ગયું છે. આ દરમિયાન નેશનલ કોન્ફ્રન્સ અને પીડીપીના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, આર્ટીકલ 370 હટાવવાથી રાજ્યમાં શાંતિની સ્થાપના થઈ છે.

એક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આર્ટીકલ 35એ નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું કે, 35એથી જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે ભેદભાવ થતો હતો. અહીં વસવાટ કરનારા લાખો લોકોને મતદાન, અભ્યાસ અને રોજગારનો સમાન અધિકાર મળતો ન હતો. 5મી ઓગસ્ટ 2019ના નિર્ણયથી સંવિધાનનું કોઈ ઉલ્લંઘન થતું નથી.

જમ્મુ-કાશ્મીરની બે મુખ્ય રાજકીય પાર્ટી નેશનલ કોન્ફ્રન્સ અને પીડીપીએ કેન્દ્રના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બંને રાજકીય પક્ષોએ રજુઆત કરી હતી કે, આ નિર્ણયથી રાજ્યની સ્વાયત્તા છીનવાઈ ગઈ છે. જે અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે, આર્ટીકલ 370 દૂર થતા પહેલા અહીં વસવાટ કરતી પ્રજાને કોઈ મૂળભૂત અધિકાર મળતો ન હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, નેશનલ કોન્ફ્રન્સ અને પીડીપીના લોકો પ્રજાને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે. આ રાજકીય પક્ષો હંમેશા જમ્મુ-કાશ્મીરના ગર્વના નામે અહીંની પ્રજાને અધિકારથી વંચિત રાખવામાં આવતા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે, 1966માં પંજાબના પુનઃગઠન માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એ જ પ્રક્રિયાનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના ગુનઃગઠનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. 1966માં પંજાબનું પુનઃગઠન થયું હતું અને હરિયાણા અને ચંદીગઢની સ્થાપના થઈ હતી. જે તે વખતે પંજાબમાં પણ જમ્મુ-કાશ્મીરની જેમ રાષ્ટ્રપતિ શાસન હતું.