Site icon Revoi.in

પંજાબ: આંતરરાષ્ટ્રીય સીમા પર ઘુસણખોરીનો પ્રયત્ન – બીએસએફના ફાયરિંગમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો

Social Share

દિલ્હીઃ-પંજાબમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર પાકિસ્તાને ઘુસણખોરી કરવાના નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. જો કે પહેલેથી જ જાગૃત બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારાપાકિસ્તાની ઘધૂસણખોર સૈનિકને ઠાર મરાયો છ,

બીએસએફના સૂત્રોના જણાવ્યા પ્રામણે, સરહદ સુરક્ષા દળના જવાનોએ અજનલાના કોટ રઝાદા બોર્ડર પર વાડ નજીક ગુરુવારની સાંજે કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ નોંધી હતી. સૈનિકો તરફથી આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. સૈનિકોએ રાત્રે 8.30 વાગ્યે ગોળીબાર કર્યો, જેમાં પાકિસ્તાની ઘુસણખોર માર્યો ગયો.

આ પહેલા શુક્રવારની રાત્રે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પંજાબમાં પાકિસ્તાની ઘુસણખોરને કાબૂમાં કર્યો હતો. જે ભારતીય સરહદના 90 મીટરની અંદર આવ્યો હતો. ફિરોઝપુરની સીમમાં બીએસએફના બીએમએસ શમસ્કે નજીક એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.

બાતમી સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની નાગરિક મંઝૂર અહેમદ પુત્ર બાલી અહેમદ, રહેવાસી ગામ બોપર વાલા, જિલ્લો લાહોર પાકિસ્તાન, બોર્ડર પિલર નંબર -219 / 10 વતી ભારતીય સીમામાં બીઓપી શમસ્કે નજીક પ્રવેશ કર્યો હતો.ઘૂસણખોરી જોઇને બીએસએફના જવાનોએ તેને રોકવાની ચેતવણી આપી હતી.

સાહિન-