Site icon Revoi.in

પંજાબના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે સીએમ અમરિન્દર સિંહ પીએમ મોદીની આજે કરી શકે છે મુલાકાત

Social Share

 

ચંદિગઢઃ હાલ પંજાબના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે,અને કોંગ્રેસમાં ભારે હોબાળો મચ્યો છે.ત્યારે આ સ્થિતિ દરમિયાન મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હી આવ્યા છે. મીડિયા એહવાલ પ્રમાણે તેઓ આજે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા1ઓ સેવાઈ રહી છે. અમરિંદર વિતેલા દિવસને મંગળવારના રોજ  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા.

આ સમાચાર સામે આવ્યા બાદ રાજકીય અટકળો આવી રહી છે. પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુની રાજકીય બેટિંગ સીએમ અમરિન્દર માટે સમસ્યા સર્જી રહી છે. અમરિન્દર મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા છે. તેમને હાઈકમાન્ડ તરફથી સલાહ પણ મળી છે. ત્યારે હવે આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી સાથે કેપ્ટનની સંભવિત બેઠક અંગે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો  ચાલી રહી છે

તાજેતરની ઘટનાઓ પછી, તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પંજાબમાં અમરિંદર સિંહની સ્થિતિ પહેલા જેટલી મજબૂત રહી નથી. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ અમરિંદરની સ્થિતિ નબળી પડી છે. આ સાથે જ પ્રશાંત કિશોરે પણ તેનો સાથ છોડી દીધો છે.

નવજોત સિદ્ધુ વારંવાર સરકાર પર નિશાન સાધી રહ્યો છે આવી સ્થિતિમાં કેપ્ટન અમરિંદર સિંહની વડાપ્રધાન સાથેની બેઠક આવા કેવો રંગ લાવશે તે અંગે અટકળો ચાલુ જ છે. જોકે, મંગળવારે અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની સામાજિક, આર્થિક અને સુરક્ષા અસરોને ટાંકીને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા હાકલ કરી હતી.