Site icon Revoi.in

પંજાબ સરકારનો નિર્ણયઃ હવે 26 જુલાઈથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વર્ગો ખોલવામાં આવશે

Social Share

 

ચંદીગઢઃ સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિને લઈને શૌક્ષિણકકાર્યો સહીત અને જાહેર સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા હતા,ત્યારે હવે જેમ જેમ કોરકોનાના કેસો હલા થતા જાય છે તેમ તેમ અનેક રાજ્યો શાળાઓ ખોલવાની કવાયત શરુ કરી રહ્યા છે, આજ શ્રેણીમાં હવે પંજાબર સરકારે પણ મહત્વનો નિર્મણ લીધો છે.

પંજાબ સરકારે મંગળવારે કોવિડ પ્રતિબંધોને વધુ હળવા કરી દીધા છે અને 26 મી જુલાઈથી દસમા ધોરણ અને બારમા ધોરણ માટેની શાળાઓ ખોલવાના આદેશ આપ્યા છે.

એક સત્તાવાર નિવેદન પ્રમાણે રાજ્ય સરકારે બંધ સ્થળોએ કાર્યક્રમોમાં લોકોની સંખ્યા વધારીને 150 કરવાની અને ખુલ્લી જગ્યાએ પ્રોગ્રામોમાં 300 કરવાની જાહેરાત પણ કરી છે, પરંતુ એ પણ નક્કી કર્યું છે કે મહેમાનો સ્થળની ક્ષમતા પ્રમાણે હોવા જોઈએ. ફક્ત 50 ટકા સુધી જ હાજરી હોવી જોઈએ.પંજાબ સરકારના જણાવ્યા પ્રમાણે બાળકો ફક્ત તેમના માતાપિતાની સહમતિ હશે તો જ શાળાઓમાં આવશે , સાથે જ ઓનલાઈન વર્ગોનો વિકલ્પ પણ રહેશે.

મુંખ્યનમંત્રી એ એક નિવેદનમાં જણાવ્યા મુજબ આ  બાબતે શાળાઓ સંબંધિત નાયબ કમિશનરને સોગંદનામું આપવું પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેમ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં કેસ ઘટવાના અનુમાન છે, તો પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે તો બાકીના વર્ગોને 2જી ઓગસ્ટથી શરૂ કરવાની છૂટ પણ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સામાજિક કાર્યક્રમોમાં કલાકારો અને ગીતકારોને મંજૂરી આપવામાં આવશે પરંતુ કોવિડ નિવારણ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પ પહેલા મુખ્યમંત્રીએ બાર, રેસ્ટોરન્ટ, જીમ, મોલ, સિનેમા હોલ, સ્પા, સ્વિમિંગ પુલ, કોચિંગ સેન્ટર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સંગ્રહાલયો વગેરેને નિયમોનું પાલન કરીને ખોલવાની મંજૂરી આપી હતી. કોલેજો અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને પણ હવે સ્થિતિ હળવી થતા મંજુરી આપવામાં આવી છે.જેને લઈને શાળા ઓ 26 જુલાઈથી ખોલી શકાશે.