Site icon Revoi.in

પંજાબ: મોગામાં લડાકુ વિમાન મિગ -21 ક્રેશ થયું, પાયલટની શોધખોળ ચાલુ  

Social Share

ચંડીગઢ: પંજાબના મોગામાં લડાકુ વિમાન મિગ 21 મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેનીંગને લીધે પાયલટ અભિનવએ રાજસ્થાનના સુરતગઢથી મિગ -21 થી ફ્લાઇટ લીધી હતી, ત્યારબાદ વિમાન ક્રેશ થયું હતું. એવું પણ જાણવા મળે છે કે પાયલટ અભિનવ જેટમાંથી બહાર નીકળ્યા હતા, તેમની શોધ કરવામાં આવી રહી છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓનું કહેવું છે કે, મોગાના એક શહેર બાધાપુરાના ગામ લંગિયાના ખુર્દ નજીક મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ફાઇટર જેટ મિગ -21 ક્રેશ થયું હતું. બનાવની જાણ થતા પ્રશાસન અને સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પાયલટ અભિનવ હજુ સુધી મળ્યા નથી. તેમની શોધ માટે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

એક સમયે ફાઇટર જેટ મિગ -21 વિમાનને ભારતીય વાયુ સેનાનો આધાર ગણવામાં આવતો હતો. હવે તેની પાસે ચાર સ્ક્વોડ્રન બાકી છે. તેની સંભાળ અને અપગ્રેડ ભલે કરવામાં આવ્યું હોય પરંતુ આ વિમાન નથી યુદ્ધ માટે કે નથી ઉડાન માટે યોગ્ય.