Site icon Revoi.in

પંજાબ -કોરોનાને જોતા નાઈટ કર્ફ્યૂ લંબાવાયું – રાત્રીના 9 વાગ્યાથી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ

Social Share

ચંદીગઢ – કોરોનાના વધતા કેસને લઈને પંજાબમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે, કેપ્ટન અમરિંદર સિંહ સરકારે પંજાબમાં નાઈટ કર્ફ્યૂનો સમય વધાર્યો છે, વધતા જતા કેસો વચ્ચે નાઇટ કર્ફ્યુ હવે રાત્રે 11 વાગ્યાની જગ્યાએ રાત્રે 9 વાગ્યાથી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે, જે પ્રતિબંધ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ગુરુવારે ચંદીગઢમાં આ સમગ્ર મામલે માહિતી આપી હતી.

લુધિયાણા, પટિયાલા, મોહાલી, જલંધર, કપૂરથલા, રોપ[, અમૃતસર, ફિરોઝપુર અને ફતેહગઢ સાહિબમાં કર્ફ્યુનો સમય લંબાવાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે જિલ્લાઓમાં કોરોનાના 100 થી વધુ કેસ છે ત્યાં નાઇટ કર્ફ્યુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેના કારણે વધુ 35 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 2 હજાર 39 નવા કેસ નોંધાયા છે.

અહીં છેલ્લા 24 કલાક દરમિયાન જલંધર જિલ્લામાં  277 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 6 હજાર 172ને પાર પહોંચી ચૂકી છે. હાલમાં 13 હજાર 320 દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 283 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર અને 27 વેન્ટિલેટર પર જોવા મળી રહ્યા છે.

સાહિન-