Site icon Revoi.in

પુરીના શંકરાચાર્યે અયોધ્યા નહીં જવાની કરી ઘોષણા, કહ્યુ- પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું ત્યાં તાાળીઓ પાડીશ શું?

Social Share

રતલામ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમારંભને ભવ્ય બનાવવા માટે યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન દમખમ દેખાડવામાં લાગેલા છે. રામમંદિરનો પ્રથમ માળ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સુશોભિત કરાય રહ્યો છે. પીએમ મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. એટલે કે પુરી સંભાવના છે કે વડ઼ાપ્રધાન પોતાના હાથે જ રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સિંહાસન પર વિરાજમાન કરાવશે.

આને લઈને ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે બુધવારે રતલામમાં મોટું નિવેદન આપતા કહ્યુ છે કે તેઓ 22 જાન્યુઆરી, 2024ના રોજ થનારા પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં સામેલ થવા માટે અયોધ્યા નહીં જાય. રતલામમાં ત્રિવેણીતટ પર હિંદુ જાગરણ સંમેલનને સંબોધિત કરવા માટે આવેલા શંકરાચાર્ય નિશ્ચલાનંદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે મોદીજી લોકાર્પણ કરશે, મૂર્તિને સ્પર્શ કરશે તો હું ત્યાં તાળીઓ વગડાીને જય-જયકાર કરીશ શું? મારા પદની પણ મર્યાદા છે. રામમંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રો પ્રમાણે થવી જોઈએ, આવા આયોજનમાં હું કેમ જાઉં?

રામમંદિર ટ્રસ્ટ તરફથી મળેલા નિમંત્રણ બાબતે શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે મને જે આમંત્રણ મળ્યું છે, તેમાં લખ્યું છે કે તમે અને તમારી સાથે માત્ર એક વ્યક્તિ આયોજનમાં આવી શકે છે. તેના સિવાય કોઈપણ પ્રકારનો સંપર્ક અત્યાર સુધીમાં કરવામા આવ્યો નથી. તેના કારણે હું આયોજનમાં જઈશ નહીં. તેમણે કહ્યુ છે કે રામમંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે, તે થવી જોઈએ નહીં. આ સમય રાજનીતિમાં કંઈ યોગ્ય નથી. પુરીના શંકરાચાર્યે ધર્મસ્થાનો પર બનાવાય રહેલા કોરિડોરની પણ આલોચના કરી છે.

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે આજે તમામ મુખ્ય ધર્મસ્થાનોને પર્યટન સ્થાન બનાવાય રહ્યા છે. આ પ્રકારે તેમને ભોગ-વિલાસિતાની ચીજો સાથે જોડવામાં આવી રહ્યા છે. જે યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે દુનિયામાં ચાહે જે પણ ધર્મના લોકો હોય, એ તમામના પૂર્વજ હિંદુ હતા.

મહત્વપૂર્ણ છે કે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી પુરીના પૂર્વામ્નાય શ્રીગોવર્ધન પીઠના હાલ 145મા જગદગુરુ શંકરાચાર્ય છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો જન્મ 1943માં બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તેઓ દરભંગા મહારાજના રાજ -પુરોહિતના પુત્ર છે.