Site icon Revoi.in

1942માં 9મી ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતોઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યો છે દરમિયાન આજનો તા. 9મી ઓગસ્ટનો દિવસ ઇતિહાસના પત્તાઓમાં સર્વણ અક્ષરે કંડારાયેલા છે. વર્ષ 1942માં 9મી ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર તમામ આંદોલનકારીઓને યાદ કરીને સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “બાપુના નેતૃત્વમાં ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને મજબૂત બનાવનારા તમામને યાદ કરીએ છીએ.” “9 ઓગસ્ટ એ આપણી રાષ્ટ્રીય ક્રાંતિનું સળગતું પ્રતીક બની ગયું છે” લોકનાયક જે.પી.

પીએમ મોદીએ વધુ એક ટ્વીટ કર્યું હતું કે, બાપુ દ્વારા પ્રેરિત, ભારત છોડો ચળવળમાં જેપી અને ડો. લોહિયા જેવા મહાન લોકો સહિત સમાજના તમામ વર્ગોના લોકોની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી.” આ ઉપરાંત પીએમ મોદીએ ગાંધીજીનો ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે.