Site icon Revoi.in

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત,મોદી સરનેમ કેસમાં આવ્યો આ મોટો નિર્ણય

Social Share

દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આ સજા સંભળાવી હતી, જેના પર હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ આપતાં કહ્યું કે ટ્રાયલ જજે આ કેસમાં મહત્તમ સજા સંભળાવી છે, પરંતુ તેનું કારણ જણાવ્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હતું, પરંતુ નીચલી કોર્ટે તેનું કારણ આપ્યું ન હતું, ગુજરાત હાઈકોર્ટે પણ તેને ધ્યાનમાં લીધું ન હતું.

અગાઉ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રસપ્રદ ગણાવ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય ખૂબ જ રસપ્રદ છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે સાંસદે કેવું વર્તન કરવું જોઈએ. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. જ્યારે સામા પક્ષે મહેશ જેઠમલાણીએ પોતાની દલીલો રજૂ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેંચ રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે કેટલો સમય લાગશે. અમે આખો કેસ વાંચી લીધો છે, અમે 15 મિનિટ સુધી ચર્ચા કરી શકીએ છીએ. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો તમે સજા પર સ્ટે ઈચ્છો છો તો અસાધારણ કેસ બનાવવો પડશે.