Site icon Revoi.in

કર્ણાટકની જનતાને રાહુલ ગાંઘીનો વાયદો, 2 કલાકમાં કેબિનેટ બેઠક અને 5 વાયદાઓ બનશે કાયદો

Social Share

બેંગુલુરઃ- આજરોજ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ નવા નિમાયેલા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ રાજ્યની જનતાને અનેક વાયદા કર્યા હતા. હવે કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર રચાઈ છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સમારોહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.આ સહીત ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા. તેમની સાથે રાજ્યપાલે અન્ય 8 ધારાસભ્યોને પણ શપથ લેવડાવ્યા હતા.

શપથ સમારોહ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકની નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક બે કલાકમાં યોજાશે. તેમાં અમારા પાંચ વચનો કાયદો બનશે. વધુમાં કહ્યું કે કોંગ્રેસ જે કહે છે તે કરીને બતાવે છએ અને જૂઠા નથી.

આ સાથે જ રાહુલ ગાંઘીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ ગરીબો અને પછાત લોકોની સાથે ઉભી છે. સત્ય અમારી સાથે હતું, ભાજપ પાસે સત્તા હતી. પરંતુ કર્ણાટકના લોકોએ નફરતને હરાવી. કર્ણાટકે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. કોંગ્રેસે આપેલા 5 વચનો પાળશે અમે ખોટા વચનો આપતા નથી.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારની પ્રથમ કેબિનેટ બેઠક બે કલાકમાં થશે. તે બેઠકમાં પાંચેય વચનો કાયદો બનશે.આ સાથએ જ રાહુલ ગાંઘીએ સ્વચ્છ, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનીશું તેમ વચન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે આઠ ધારાસભ્યોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે, જી પરમેશ્વરા અને એમબી પાટીલે મંત્રી તરીકે શપથ લીધા હતા. અન્ય ધારાસભ્યોમાં કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, સતીશ જરકીહોલી, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાનનો સમાવેશ થાય છે.