Site icon Revoi.in

વર્ષ 2021-2022 દરમિયાન વરિષ્ટ નાગરિક યાત્રીઓની સંખ્યામાં ઘટાડો

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં જ ભારતીય રેલ્વે વિભાગ દ્રારા એક માહિતી જારી કરાઈ છે જેમાં સિનીયર સિટીઝનને લઈને કેટલીક બાબત સામે આવી છે જે પ્રમાણે વર્ષ 2021થી લઈને વર્ષ 2022 સુધીમાં વરિષ્ટ યાત્રીઓની સંખ્યામાં મોટા ઘટાડો દર્શાવાયો છે.

આ રિપોર્ટ પ્રમાણે 2019-2020ની તુલનામાં 2021-22માં ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં લગભગ 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો  છે. માહિતી અધિકાર હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી સામે આવી છે.

અધિકારીઓએ કહ્યું કે આ ઘટાડાનું કારણ કોરોનાની બીજી લહેર હોઈ શકે છે, જ્યારે ઓછી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તે સમય પણ હતો જ્યારે રેલવેએ વરિષ્ઠ નાગરિકો માટેની રાહતો પાછી ખેંચી હતી આ બન્ને કારણો જવાબદાર હોય શકે છે.

વરિષ્ટ નાગરિકોને લઈને મળેલી કેટલીક માહિતી આ પ્રમાણે છે

Exit mobile version