Site icon Revoi.in

તહેવારોનાં સમયમાં યાત્રીઓ માટે સારા સમાચાર -આજથી રેલવે એ શરૂ કરી 392 ટ્રેન

Social Share

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ અનેક વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો, જરૂરી સેવાઓને બાદ કરતા અનેક ટ્રેન પણ બંધ કરવામાં એવી હતી,જોકે ધીમે ધીમે અનલૉક દરમિયાન ટ્રેન ચાલુ કરાઈ હતી અને હવે તહેવારોની સીઝન ચાલુ થવાથી રેલવે આજથી 392 જેટલી ખાસ ટ્રેન યાત્રીઓ માટે દોડાવશે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા પ્રમાણે આ 392 ટ્રેનમાં 5 જોડી બાંદ્રા ટર્મિનસથી, ઉધનાથી 2 જોડી,ઇન્દોરથી 2 જોડી, 1 ઓડી ઓખાથી અને એક જોડી પોરબંદર થતા ગાંધીધામ સ્ટેશનથી ચાલુ કરાશે, આ તમામ ટ્રેન આરક્ષિત હશે.

જો કે આ તમામ ટ્રેન અતે યાત્રીઓ પાસેથી ખાસ ભાડું વસૂલ કરવામાં આવશે અને આ માટેનું બુકિંગ આજથી 22 ઓક્ટોબર સુધીજ કરી શકાશે, આ સાથે જ મુસાફરી દરમિયાન યાત્રીઓએ કોરોનાની ગાઈડલાઇનનનું સંપૂર્ણ પાલન કરવાનું રેહશે,

રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુર્ગાપુજા, દશેરા, દીવાળી અને છટ્ટનાં તહેવારો આવતા હોવાથી 20 ઓક્ટોબર એટલે કે આજથી 30 નવેમ્બર સુધી આ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે, બીજી ખાસ ટ્રેન કોલકાતા, વારાણસી, પટના અને લખનૌ માટે દોડવામાં આવશે,

આ ટ્રેનમાં મુસાફરી માટેનું ભાડુ સામાન્ય ટિકિટ કરતા વધુ રાખવામાં આવ્યું છે, જે સામાન્ય દર કરતા 30 ટકા વધુ હશે, ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ સામાન્ય દિવસોના સમયમાં 12 હજાર જેટલી ટ્રેનની સંચાલન કરે છે પરંતુ કોરોના મહામારીને કારણે હાલ મર્યાદિત સંખ્યામાં ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

_Sahin