Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદની આગાહીઃ અમરેલી સહિત 16 તાલુકામાં પડ્યો વરસાદ

Social Share

અમદાવાદ : રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થયા બાદ મેઘરાજાએ વલસાડથી ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે આવતીકાલે અને પરમદિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. દરમિયાન આજે અમરેલી જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સિઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.

ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. હાલ દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. સાથે જ ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે માછીમારોની દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની રહેશે. હવાની ગતિ 60 કિમી સુધી પહોંચશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે. તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે.દરમિયાન આજે ગુજરાતના 16 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.અમરેલી જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સિઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.