Site icon Revoi.in

કોલંબિયામાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી,કાટમાળમાં બસ દટાઈ,33 લોકોના મોત

Social Share

દિલ્હી:કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં બસ અને અન્ય વાહનો દટાઈ જવાથી ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે.કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સોમવારે શોક વ્યક્ત કરતા કહ્યું કે,સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારોની સાથે છે.

કોલંબિયાના ગૃહમંત્રી અલ્ફોન્સો પ્રાદાએ કહ્યું કે,અમે બધા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ, અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત 33 મૃતદેહો મળ્યા છે.આ સિવાય 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે.

કોલંબિયાની રાજધાની બોગોટાથી લગભગ 230 કિમી દૂર, કોફી ઉત્પાદન માટે જાણીતા કોલંબિયાના પર્વતીય પ્રદેશમાં પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા ગામો વચ્ચે મુસાફરી કરતી વખતે રવિવારે ભૂસ્ખલનમાં બસ સહિત અનેક વાહનો દટાયા હતા.