Site icon Revoi.in

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું તેમજ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરના શિવરંજની, સેટેલાઈટ,  પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. અમદાવાદમાં વરસાદી વાતાવરણને કારણે જનજીવનને પણ અસર થઈ હતી. હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભર બપોરે અંધારુ છવાતા વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે સિજનમાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 103 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.