Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ,ખેડૂતોમાં વધી ચિંતા

Social Share

રાજકોટ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી વાતાવરણ બન્યુ છે. હાલમાં જો વાત કરીએ રાજકોટ શહેરની તો ત્યાં વરસાદી વાતાવરણ બન્યું છે. જાણકારી અનુસાર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સાથે સાથે અમેરેલીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે.

વરસાદી વાતાવરણમાં હાલ તો જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ પણ બાકી નથી. જો વાત કરવામાં આવે ખેડૂતોની તો કમોસમી વરસાદના કારણે તમામ ખેડૂતોની ચિંતા વધી છે. હાલ ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે જો વધારે સમય માટે વરસાદી વાતાવરણ બની રહેશે તો તેમના પાકને નુક્સાન થઈ શકે તેમ છે.

માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી.  જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો.

ગીર સોમનાથ જીલ્લામાં હવામાન પલટાયું છે. વહેલી સવારે વેરાવળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો. અચાનક હવામાન પલટાતા ખેડૂતોની પણ ચિંતા વધી. તો માવઠાન કારણે સમગ્ર પંથકમાં હવામાનમાં પણ ઠંકડ પ્રસરી છે.