Site icon Revoi.in

રાજસ્થાન ડિજિટલ વોટિંગ કાર્ડ ડાઉનલોડ કરનારું પ્રથમ રાજ્ય બન્યું -જયપુર શહેર રાજ્યમાં પ્રથમ સ્થાને

Social Share

ઓનલાઈન ઓળખકાર્ડ ડાઉનલોડ કરવા બાબતે રાજસ્થાન પ્રથમ ક્રમે

દિલ્હી – રાજસ્થાનના એક લાખ 34 હજારથી વધુ મતદારોએ તેમના મતદાર ફોટો ઓળખ કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કર્યા છે. આ સાથે, રાજસ્થાન હવે ઓનલાઇન મતદાર ઓળખકાર્ડ ડાઉનલોડ કરવામાં પ્રથમ સ્થાને પહોંચી ચૂક્યું છે.

ભારત ચૂંટણી પંચની ડિજિટલ ઈપિકને ડાઉનલોડ કરવાની સુવિધાનો લાભ રાજસ્થાનના મતદાતાઓ પુષ્કર પ્રમાણમાં ઉઠાવી રહ્યા છે,જેને લઈને ચૂંટણી પંચ દ્રારા કેટલાક આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે,જે પ્રમાણે રાજ્યના 1 લાખ 34 હજારથી પણ વધુ મતદાતાઓએ પોતાના ઈપિક ઓનલાઈન ડાઉનલોડ કરીને સમગ્ર દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે કોરોના સમયગાળા દરમિયાન, રાજ્યના લોકો દ્વારા ઓનલાઇન નામો જોડાવાની સુવિધા પણ વિભાગ દ્વારા અપનાવવામાં આવી હતી અને લાખો મતદારોએ તેમના નામ ઓનલાઇન ઉમેર્યા હતા.

રાજસ્થાનના લોકોએ દેશભરમાં સૌથી વધુ એપિક કાર્ડ્સ ડાઉનલોડ કર્યા છે. હાલમાં આ સુવિધા એવા મતદારોને આપવામાં આવી છે કે જેમના નામ 1 જાન્યુઆરી, 2021 પછી મતદાર યાદીમાં ઉમેરાયા છે અને જેમના મોબાઇલ નંબર અરજી સમયે નોંધાયેલા છે.રાજ્યના 2 લાખ 24 હજાર 456 મતદારોમાંથી1 લાખ 34 હજાર 401 મતદારોએ ઈપિક કાર્ડ ડાઉનલોડ કર્યા છે.

સાહિન-