Site icon Revoi.in

રાજસ્થાનઃ મંદિર ખાલી કરવા મામલે પુજારીને માથુ વાઢવાની કટ્ટરપંથીઓની ધમકી

Social Share

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં નુપુર શર્માનું સમર્થન કરનારા કન્હૈયાલાલ નામના શ્રમજીવીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ અન્ય નિર્દોશોને ધમકી આપી હતી. પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી સામે કવાયત તેજ કરી છે. દરમિયાન ભરતપુર જિલ્લામાં આવેલી એક કોલેજ સંકુલમાં આવેલા મંદિરના પુજારીને 10 દિવસમાં ખાલી કરવામાં નહીં આવે તો ગળુ કાપીને હત્યા કરવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે ABVP દ્વારા કોલેજના ગેટને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર MSJ કોલેજમાં બનેલા મંદિરના પૂજારીને ધમકીભર્યા મોકલવામાં આવ્યો છે. અજાણ્યા વ્યક્તિએ કોલેજ સંકુલમાં બનેલા મંદિરની દિવાલ ઉપર ધમકી ભર્યો પત્ર ચીપકાવ્યો હતો. જેમાં 10 દિવસમાં મંદિર છોડીને જતુ રહેવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું છે કે, જો મંદિર ખાલી નહીં કરવામાં આવે તો કન્હૈયાલાલ જેવો અંજામ ભોગવવો પડશે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે.

આ મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ કોલેજના ગેટને તાળું મારીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પ્રશાસન અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી આગેવાનોએ પોલીસ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી કડક સજા કરે તેવી માંગ કરી હતી.

(Photo-File)