Site icon Revoi.in

88 વર્ષીય પ્રોફેસરે રાજીવ ધવનને શ્રાપ આપવા મામલે ખેદ વ્યક્ત કર્યો, કોર્ટે અનાદર અરજીનો કેસ કર્યો બંધ

Social Share

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધવનની અનાદર અરજીના મામલામાં સેવાનિવૃત્ત શિક્ષણાધિકારી એન. ષણમુગમે બિનશરતી માફી માંગી લીધી છે. તેની સાથે જ કોર્ટે આના સંદર્ભેનો કેસ બંધ કરી દીધો છે.

ગુરુવારે આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેઓ 88 વર્ષના છે, તેવામાં સજા આપવી યોગ્ય નથી. તો રાજીવ ધવન તરફથી રજૂ થયેલા કપિલ સિબ્બલે કહ્યુ કે તેઓ કોઈ સજા ચાહતા નથી, પરંતુ ચાહે છે કે આવા સંવેદનશીલ મુદ્દા પર કોઈ આમ કરે નહીં, કોર્ટ તે સંદેશ આપે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ ષણમુગમને સવાલ કર્યો હતો કે તમે આ કેમ કરી રહ્યા છો? તમે 88 વર્ષના છો. ષણમુગમે રાજીવ ધવનને ધમકી ભરેલો પત્ર લખ્યો હતો, આ મામલામાંગુરુવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. ષણમુગમે આના પર ખેદ વ્યક્ત કર્યો હતો.

તેની સાથે સુપ્રીમ કોર્ટે 88 વર્ષીય સેવાનિવૃત્ત સરકારી કર્મચારી ષણમુગમની વિરુદ્ધ અદાલતી કાર્યવાહીની અવમાનનાનો મામલો બંધ કરી દીધો હતો. ષણમુગમે રામલલા વિરુદ્ધ રજૂ થવા બદલ મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને ધમકી ભરેલો પત્ર મોકલ્યો હતો.