Site icon Revoi.in

 દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની  થઈ નિમણૂક -15 મેના રોજ સંભાળશે કાર્યભાર

Social Share

દિલ્હીઃ- દેશમાં નવા ચૂંટણી કમિશનરની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજીવ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર કરીતે નિયૂક્ત કરાયા છે.આ મામલે  ન્યાય અને કાયદા મંત્રાલયે ગુરુવારે એક સૂચના જારી કરીને આ માહિતી આપી હતી

આ સૂચનામાં કહેવામાં આવ્યું ચે કે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચના સૌથી વરિષ્ઠ કમિશનર રાજીવ કુમારને આ પદ પર નિયુક્ત કર્યા છે. તેઓ 15 મેના રોજ સીઈસી તરીકેનો કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સીઈસી સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

જાણો કોણ છે રાજીવ કુમાર

રાજીવ કુમારનો જન્મ 19 ફેબ્રુઆરી, 1960ના રોજ થયો હતો. તેઓ 1984 બેચના IAS અધિકારી પણ છે.જેઓએ  36 વર્ષ સુધી વહીવટી સેવાઓમાં કામ કર્યું. ઘણા કેન્દ્રીય મંત્રાલયો ઉપરાંત, તેમણે તેમના બિહાર-ઝારખંડ કેડરમાં પણ લાંબા સમય સુધી સેવા આપી હતી. 

આ સાથે જ રાજીવ કુમારે વકીલાતમાં એલએલબી અને પીજીડિએમ અને બીએસસી સાથે પબ્લિક પોલિસીમાં એમએ પણ કર્યું છે. આ સિવાય તેમણે સોશિયલ, ઈકો-ફોરેસ્ટ, હ્યુમન રિસોર્સ, ફાઈનાન્સ અને બેંકિંગ સેક્ટરમાં પણ કામ કર્યું છે. બીજી તરફ તેઓ ફેબ્રુઆરી 2020માં કેન્દ્રીય નાણાં સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા.

આ સાથે જ જો તેમની ઉપલબ્ધિ વિશે વાત કરવામાં આવે તો કમિશન મુજબ, રાજીવ કુમારે નાણાકીય સેવા ક્ષેત્રની દેખરેખ રાખી હતી અને અન્ય બાબતોની સાથે મુખ્ય પહેલ-સુધારણા શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમ કે: માન્યતા, પુનઃમૂડીકરણ, ઠરાવ અને સુધારણા માટે વ્યાપક અભિગમ સાથે બેંકિંગ સુધારા. તેણે નકલી ઈક્વિટી બનાવવા માટે વપરાતી લગભગ 3.38 લાખ શેલ કંપનીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા.