Site icon Revoi.in

રાજકોટઃ ફરજ દરમિયાન મોબાઈલ ફોનમાં વ્યસ્ત ટ્રાફિક બ્રીગેડના 6 જવાનો સસ્પેન્ડ

Social Share

રાજકોટ:  શહેરમાં ટ્રાફિકનું નિયમન કરતા ઘણા ટ્રાફિકના જવાનો ફરજ દરમિયાન મોબાઈલ ફોનમાં વ્યસ્થ રહેતા હોય છે. આ અંગેની ફરિયાદો ઊઠતા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અચાનક ટ્રાફિક ચેકિંગમાં નીકળ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના ટ્રાફિક ચેકિંગ દરમિયાન અલગ-અલગ જગ્યાએ 6 ટ્રાફિક વોર્ડન ફરજમાં ધ્યાન આપવાને બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હોઈ તેઓને તાકીદે ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

શહેરમાં હાલ વિકાસના કામો અંતર્ગત જુદા જુદા સ્થળો પર નવા બ્રિજના નિર્માણનું કામ ચાલે છે. આવા સ્થળોએ ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે. આ પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ વધુ ગંભીરતાથી નિયમનની કામગીરી કરી રહ્યા છે. પોલીસ કમિશનરના ટ્રાફિક ચેકિંગ દરમિયાન અલગ-અલગ જગ્યાએ 6 ટ્રાફિક વોર્ડન ફરજમાં ધ્યાન આપવાને બદલે મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોવા મળતા તેઓને તાકીદે ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ટ્રાફિક શાખા દ્વારા તેમના પોઇન્ટ્સ પર અધિકારી કર્મચારીઓ દ્વારા યોગ્ય ટ્રાફિક નિયમન કરવામાં આવે છે કે કેમ? તે બાબતે ખાનગી વાહનમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી પ્રવીણકુમાર મીણા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. જેમાં મોટાભાગના પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રીગેડ હાજર મળી આવ્યા હતાં અને સારી રીતે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ફરજ પર એલર્ટ જોવા મળ્યા હતા. પરંતુ, કોઈક જગ્યાએ પોઇન્ટ્સ પર ટ્રાફિક બ્રીગેડ ટ્રાફિક નિયમનની કામગીરી કરવાને બદલે મોબાઇલ ફોન પર વ્યસ્ત તેમજ સાઈડમાં બેઠેલા જોવા મળ્યા હતાં. આવા 6 ટ્રાફિક બ્રિગેડ દ્વારા ફરજમાં બેદરકારી દાખવાઇ હોઇ તેઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા હતા.