Site icon Revoi.in

રાજકોટઃ ફુટપાથ ઉપર સૂઈ રહેલા 700 શ્રમિકોને રૈનબસરામાં ખસાડાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં ફુટપાથ ઉપર રહેલા શ્રમજીવીઓને રહેવા માટે રૈનબસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતા અનેક શ્રમજીવીઓ રાત્રિના સમયે રસ્તા ઉપર સૂઈ જતા હોવાનું જોવા મળે છે. દરમિયાન રાજકોટમાં મનપાએ ફુટપાથ ઉપર રહેતા લોકોને રૈન બસેરામાં ખસેડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 700 જેટલા લોકોને રૈનબસેરામાં ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનસાર રાજકોટના રેસકોર્ષ રીંગરોડ ઉપર મોટી સંખ્યાંમાં ભીક્ષુકો પાથરણા પાથરી સુતા રહે છે. જેથી વહેલી સવારે દોડવા આવતા લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. રાજકોટના મેયર પ્રદીપ ડવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ રાત્રે ચેકીંગ કરતા આ હકિકત યોગ્ય લાગતા મહાનગર પાલીકા દ્વારા 700 જેટલા ભીક્ષુકોને રૈન બસેરા ખાતે ખસેડ્યાં હતાં. હવે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફુટપાથ ઉપર સુઇ રહેતા લોકોને રૈન બસેરામાં ખસેડવાનું આભિયાન ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટમાં માર્ગો ઉપર માંસાહરી વસ્તુઓનું વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવીને ઈંડાની લારીઓને દૂર કરવામાં આવી રહી છે. આવી જ રીતે અમદાવાદ અને વડોદરામાં પણ ઈંડા અને માંસાહરી વસ્તુઓની લારીઓ દુર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હવે રાજકોટ મનપા દ્વારા રાત્રે ફુટપાથ ઉપર સૂઈ જતા ઘર વિહોણા લોકોને રૈન બસેરામાં ખસેડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.