Site icon Revoi.in

રાજકોટઃ 7500 વિદ્યાર્થીઓએ PM મોદીના પોટ્રેટમાં સામૂહિક રંગપૂરણી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. સવારે તેઓ ગાંધીનગરમાં આયોજીત ડિફેન્સ એક્સપોમાં ઉપસ્થિત રહ્યાં હતા. ત્યાર બાદ અડાજલમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને રાજકોટ જવા રવાના થયાં હતા. દરમિયાન 7500 વિદ્યાર્થીઓ પીએમ મોદીના પોટ્રેટમાં રંગ પૂરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

રાજકોટની 100થી વધુ ખાનગી અને કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ રંગ પૂરણી કરીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પીએમ મોદીના પોર્ટ્રેટમાં રંગપૂરણી કરી હતી. આ અગાઉ ચીનમાં આ પ્રકારે વિશ્વ વિક્રમ સ્થપાયો હતો. જેમાં ભાગ લેનારાઓની સંખ્યા 4900 જેટલી હતી. આ રેકોર્ડને લઈને રાજકોટના વિદ્યાર્થીઓ અને તંત્રએ ખુશી વ્યક્ત કરી હતી.

Exit mobile version