Site icon Revoi.in

રાજકોટ: ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળી, લસણ, સોયાબીન સહિતની જણસીની ધરખમ આવક

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ છે.લાભ પાંચમ ના દિવસે મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ સહિતની જણસીની આવક થઈ છે. મગફળીની અંદાજે 1 લાખ ગુણીની આવક નોંધાઈ છે. 20 કિલોના 1000 થી 1381 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે કપાસની 20 હજાર ભારીની આવક નોંધાઈ છે. કપાસના 20 કિલોના 1200થી 1681 સુધીના ભાવ બોલાયા હતા.

લસણની 20 હજાર ગુણીની આવક નોંધાઈ હતી.લસણના 20 કિલોના 100 થી 350 સુધીના ભાવ બોલાયા હતા.ડુંગળીની 10 હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી.જેના 20 કિલોના 150થી 475 સુધીના ભાવ બોલાયા હતા.ઉલ્લેખનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે જામનગર એપીએમસીમાં પણ દર વર્ષે એકંદરે ૧૬૦ કરોડની ખરીદી થાય છે. જેની સામે આ વર્ષે વિક્રમી આવકના પગલે છેલ્લા ચાર માસમાં ૨,૭૫,૦૦૦ મણ અજમાની આવક થઇ છે અને ૧૦૦ કરોડ રૂપિયા ઉપરાંતનું ટર્ન ઓવર થઇ ચુક્યું છે. આ વર્ષે એક મણ અજમાનો ભાવ ઊંચામાં ઉચા સાત હજાર અને નીચો ભાવ બે હજાર સુધીનો રહ્યો છે. મહતમ ભાવ મળતો હોવાથી ખેડૂતો જામનગર યાર્ડ તરફ અજામો લઇ આવતા હોય છે.