Site icon Revoi.in

રાજકોટ મનપાએ રક્ષાબંધન પર બહેનો માટે સિટી બસ તથા બીઆરટીએસ બસ સેવા ફ્રી કરી

Social Share

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે.ચાલુ વર્ષે પણ આગામી તા.11 ઓગસ્ટના ગુરૂવારના રોજ “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં 90 સિટી બસ તથા 18  ઇલેકટ્રીક એ.સી.બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.

શહેરની બહેનો “રક્ષાબંધન” પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ અપીલ કરી છે.