Site icon Revoi.in

રાજકોટઃ એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્રમાં અત્યાર સુધી 50 સિંહબાળનો થયો જન્મ

Social Share

રાજકોટઃ રાજય સરકારના વન વિભાગ દ્વારા તા. 2 થી 8 ઓકટોબર સુધી વન્ય જીવન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એક માત્ર મુખ્ય રહેણાંક ગુજરાતનું ‘ગિર’ છે, જયાં છેલ્લી વસતી ગણતરી મુજબ સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. ગિરના લોકોએ સિંહને તેમના જીવનનો ભાગ ગણી લીધો છે. એટલે જ સરકાર અને લોકો દ્વારા વન્યજીવોના અમૂલ્ય વારસાનું જતન, સંવર્ધન અને રક્ષણ થઇ રહયુ છે. સિંહ ઉપરાંત ગીધની વિવિધ પ્રજાતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. તો વરુના સંવર્ધન માટે બનાસકાંઠા ખાતે ‘વરુ સોફ્ટ રિલીઝ સેન્ટર’નો વિકાસ થયો છે.

રાજકોટ ખાતે પ્રદ્યુમ્ન પાર્ક ખાતે ઝૂ બનાવવામાં આવતાં, આજી ડેમ ખાતે અગાઉ કાર્યરત ઝૂ બંધ કરીને તેને ‘‘એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર” તરીકે વિકસાવાયુ છે, જેને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી દ્વારા એશિયાઇ સિંહના સંવર્ધન અને ઉછેર માટેની માન્યતા પણ મળી છે. રાજકોટ ઝૂમાં અત્યાર સુધીમાં ૫૦ સિંહબાળનો જન્મ થયો છે. તેમ પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રીટેન્ડન્ટ ડો.હિરપરાએ જણાવ્યું હતું. આ સમગ્ર સંવર્ધન અને ઉછેર માટેનો પ્રોગ્રામ ખુબ જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે, જે અંતર્ગત બંધનાવસ્થામાં જનીનિક દ્રષ્ટિએ તંદુરસ્ત એવા એશીયાઇ સિંહો વચ્ચે મેટીંગ કરાવી તેમની વસ્તીને વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હીના ધારાધોરણ મુજબ વન્ય પ્રાણી વિનિમય દ્વારા રાજકોટ ઝૂ ખાતેથી હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ, પંજાબ, લખનઉ ઝૂ, મૈસુર ઝૂ, ભિલાઇ ઝૂ, પંજાબ ઝૂ, લખનઉ ઝૂ, મૈસુર ઝૂ, છતીસગઢ ઝુ, કાંકરીયા ઝૂ. અમદાવાદ ઝુ, સક્કરબાગ ઝૂ, જુનાગઢ વિગેરે અલગ અલગ ઝૂ ખાતે સિંહ આપી અન્ય વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી ઝુનો વિકાસ કરવામાં આવે છે.

Exit mobile version