Site icon Revoi.in

રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાવતા કલેકટર,લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે લેવાયો નિર્ણય  

Social Share

રાજકોટ:સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો શરુ થતા જ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં મજા માણતા જોવા મળ્યા હતા.લોકમેળાને 4 દિવસ થયા અને આજે મેળાનો છેલ્લો દિવસ હતો જોકે રાજકોટની જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટનો લોકમેળો એક દિવસ એટલે કે 22 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં ચાલી રહેલો આઝાદીનો અમૃત લોકમેળો એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, મેળાને વધુ એક દિવસ  લંબાવવા લોકોની માંગણીને ધ્યાને લઈને તેમજ શ્રાવણ માસનો સોમવાર આવતો હોવાથી લોકો મેળો મન ભરીને માણી શકે તે માટે મેળો એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે.હવે મેળો 22 મી ઓગસ્ટ સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે,દર વર્ષે સાતમ-આઠમના આ પર્વ પર વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ પાછલાં બે વર્ષ દરમિયાન કોરોનાની મહામારીને કારણે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આ વર્ષે બે વર્ષ બાદ લોકમેળાનું આયોજન કરવામાં આવતાં લોકો મન મૂકીને મેળાની મજા માણી રહ્યા છે.