Site icon Revoi.in

રાજકુમાર રાવને ધો-11ના અભ્યાસ દરમિયાન પ્રેમસંબંધમાં પડ્યો હતો માર, મોઢા ઉપર નહીં મારવા કરી હતી વિનંતી

Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા રાજકુમાર રાવ આજે પોતાનો 37મી જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ દરમિયાન તેમના પ્રશંસકો, મિત્રો અને પરિવારજનોએ તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ અભિનેતા સાથે જોડાયેલા કેટલાક કિસ્સા પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાના સ્કુલ ટાઈમનો એક કિસ્સો શેયર કર્યો હતો.

અભિનેતાએ ઈન્ટરવ્યુહમાં ખુલાસો કર્યો હતો કે, ધો-11માં અભ્યાસ કરતો હતો ત્યારે જ આગળ જઈને અભિનેતા બનવાનો નિર્ણય કર્યો હતો. ધો-11ના અભ્યાસ દરમિયાન એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ કોઈ સામાન્ય છોકરી ન હતી પરંતુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ અંજલી જેવી જ હતી. અંજલીની જેમ જ છોકરી બાસ્કેટબોલ રમતી હતી. શાહરૂખ ખાનનો ફેન તો હતો અને અંજલી પણ મળી ગઈ હતી. પરંતુ તેને પહેલાથી જ અમન નામનો એક બોયફ્રેન્ડ હતો.

અભિનેતાએ જણાવ્યું કે, જ્યારે તેના બોયફ્રેન્ડને ખબર પડી કે તે મને ડેટ કરી રહી છે તો એ છોકરો કેટલાક યુવાનોને લઈને આવ્યો હતો. તે લો કોલેજના 25 જાડ છોકરાઓ લઈને મને મારવા આવ્યો હતો. એ વખતે હું એકદમ સીધો છોકરો બની ગયો હતો. મારે અભિનેતા બનવું હોવાથી લડવાનો વિચાર માંડી વાળ્યો હતો. 25 છોકરાઓ મને મારી રહ્યાં હતા અને અંદર-અંદર વાત કરતા હતા કે, બંદૂક નિકાળો, ગોળીમારો, હું એકદમ ચુપચાપ બેસી રહ્યો હતો. ત્યારે મારા બે મિત્રો તેમની પાસે ગયા હતા અને કહ્યું હતું કે, અમને મારી લો પણ તેને જવા દો. 25 છોકરાઓ મારતા હતા ત્યારે હું એક જ વાત બોલતો હતો કે, મોઢા ઉપર ના મારો મારે અભિનેતા બનવાનું છે. તે સમયે મારી વાત સાંભળીને ત્યાં હાજર લોકો પણ હસતા હતા.

રાજકુમાર રાવે વર્ષ 2010માં લવ સેક્સ ઓર ધોખા નામની ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ બાદ તેમણે ગેંગ ઓફ વાસેપુર-2, શાહિદ, સિટીલાઈટ, અલીગઢ, ટ્રૈપ્ડ, ન્યૂટન અને ઓમેર્તા જેવી ફિલ્મો કરી છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપડા સાથે ધ વ્હાઈટ ટાઈગર અને જ્હાનવી કપૂર સાથે રુહીમાં પણ અભિનેતા જોવા મળ્યો હતો.

Exit mobile version