Site icon Revoi.in

રામ મંદિરના ટ્રસ્ટ દ્રારા મંદિર માટે ચાંદીનું દાન ન કરવાની અપીલ કરાઈ – ઘાતુને સાચવવા માટે હવે જગ્યા રહી નથી

Social Share

દિલ્હી – રામનગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક લોકો પોતાની યથાશક્તિ મુજબ દાન કરી રહ્યા છે.ત્યારે રામ મંદિર માટે ચાંદીની ઈંટનો તો જાણે વરસાદ થઈ રહ્યો છે, ભગવાન રામના ભક્તો દાન કરવામાં મોખરે રહ્યા છે.

ચાંદીના વધતા દાનને લઈને હવે ટ્રસ્ટે ચાંદીનુ દાન ન કરવાની ભક્તોને અપીલ કરી છે,તેનું કારણ છે કે હવે ચાંદીની ઈંટોને સાચવવા માટે લોકરમાં જગ્યા પણ રહી નથી,ટ્રસ્ટે આ કારણ થી હવે ચાંદી દાન ન કરવા લોકોને જાણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ સુધી મંદિર માટે 4 ક્વિન્ટલથી પણ વધુ ચાંદી દાન કરવામાં આવી ચૂક્યું છે, જેથી લોકરમાં હવે તેને સમાવવાની જગ્યાઓ પણ રહી નથી, ટ્રસ્ટ પાસે આ ધાતુઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાની જગ્યા બચી રહી. જેને લઈને રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે  દરેક લોકોને અપીલ કરી છે કે, જે લોકોને દાન કરવાની ઈચ્છા છે તેઓ રોકડા રુપિયાનું દાન કરી શકે છે, પરંતુ કોી પ્રકારની ઘઆતું દાન ન કરવા જણાવ્યું છે, આ નિર્ણય સાચવવાની જગ્યાના અભાવના કારણે ટ્રસ્ટ દ્રારા લેવાયો છે.

તેમણ જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલાના મંદિર નિર્માણ માયે પાયાના ખોદકામ દરમિયાન નીકળેલી માટી પ્રાંગણમાં જ સુરક્ષિત રાખવામાં આવશે અને જરૂરી ખાડાને પણ આ માટીથી જ સમતલ કરવામાં આવશે.

સાહિન-