Site icon Revoi.in

રામમંદિરઃપાયા ભરવાનું કાર્ય 20 એપ્રિલ સુધીમાં તૈયાર – સપ્ટેમ્બર સુધીમાં તમામ પાયા ભરવાનું કાર્ય થશે પૂર્ણ

Social Share

લખનૌ -રામમંદિરને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ,રામમંદિર નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમ.થી આરંભ કરવામાં આવી ચૂક્યું છે,બાંધકામ માટે પાયા ભરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલ પાયોનો પ્રથમ સ્તર તૈયાર કરવામાં આવી રહ્યો છે જે 20 એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે. જો કે, આ સ્તરને સૂકવવા માટેની પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે.આ સમય ગાળા દરમિયાન, બીજા સ્તરનું બાંધકામ ચાલુ રહેશે. રામ મંદિરનો પાયો કુલ 44 સ્તરોમાં ભરવાનો છે. ટ્રસ્ટનું માનવું છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં, રામ મંદિરનું પાયા ભરવાનું કામ પૂર્ણ થઈ જશે.

50 થી 55 ફૂટ ઊંડો રામમંદિરનો પાયો ભરવાનું કામ ખૂબજ ગતિથી થઈ રહ્યું છે. પ્રથમ સ્તર 40 ટકા બનીને તૈયાર છે, બાકીનું બેચલું કાર્ય 20 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સ્તરને 28 દિવસ સુધી સૂકવવામાં આવશે, ત્યાર બાદ તેની ક્ષમતા વાઇબ્રો રોલર દ્વારા માપવામાં આવશે.

મંદિરના નિર્માણ માટે 2.77 એકરમાં એક ખાડો 400 ફુટ લાંબો અને 250 ફૂટ પહોળો અંદાજે 55 ફૂટ ઊંડો ખોદવામાં આવ્યો છે. હાલમાં આ ખાડાની સપાટી દરિયા સપાટીથી 95 મીટરની ઊંચાઇ પર છે, જ્યારે તેને 107 મીટર સુધી લાવવી પડશે.

ફાઉન્ડેશનના પ્રથમ સ્તરને કાસ્ટ કરવાની સાથે, તેને મશીનોથી કોમ્પેક્ટ કરવામાં આવી રહી છે. ઓગસ્ટ પહેલા પાયાનો ઢાળને 20 ફૂટ ઊંડાઈ પર લઈ જવાની યોજના છે. વાઇબ્રો સ્ટોન કોલમ્સને હંમેશની જેમ ફાઉન્ડેશન કરતાં ઈએફએમ માંથી લાવવામાં આવશે.

જમીનને મજબૂત બનાવવા માટે જે ઇએફએમ એન્જિનિયરિંગ ક્ષેત્રની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં સિમેન્ટ, મોરંગ, કોંક્રિટ, સિલિકોન અને ફ્લાઈએશ ઉમેરવામાં આવ્યું છે. ફાઉન્ડેશન ભરવા માટે પરિસરમાં મિક્સિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. બે વાઇબ્રો રોલરો કાસ્ટિંગને કોમ્પેક્ટ કરી રહ્યાં છે, 50 કામદારો અને એક ડઝનથી વધુ ઇજનેરો સમગ્ર કાર્યમાં રોકાયેલા જોવા મળે છે.