Site icon Revoi.in

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિ,પહેલી વખત 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ઈકોનોમી

Social Share

દિલ્હી: ભારતના અર્થતંત્રમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી હતી.ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ છે અને આ સાથે તે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાની ખૂબ નજીક આવી ગયો છે. ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.

નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો હતો.હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે દેશની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શક્તિકાંત દાસે 31 ઓક્ટોબરે એક નિવેદનમાં કહ્યું હતું કે આર્થિક ગતિવિધિઓને જોતા કેટલાક પ્રારંભિક આંકડા બહાર આવ્યા છે, જેના કારણે મને આશા છે કે નવેમ્બરના અંતમાં બીજા ક્વાર્ટર દરમિયાન આવનારા જીડીપીના આંકડા ચોંકાવનારા હશે.

જો આપણે જીડીપી લાઈવ ડેટા પર નજર કરીએ તો તે સ્પષ્ટ થઈ જાય છે કે ભારતે આ સીમાચિહ્ન 18 નવેમ્બરની મોડી રાત્રે જ હાંસલ કર્યું હતું અને પ્રથમ વખત તે 4 ટ્રિલિયનનો આંકડો પાર કરી ગયો. જોકે, ભારત હજુ ચોથા સ્થાનથી દૂર છે. હાલમાં, જર્મની વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે અને ભારત અને તેની વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે.

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. જ્યારે અમેરિકા હાલમાં નંબર વન પર છે, જેની અર્થવ્યવસ્થાનું કદ 26.7 ટ્રિલિયન ડોલર છે . આ પછી ચીન બીજા સ્થાને છે અને તેની અર્થવ્યવસ્થાનું કદ 19.24 ટ્રિલિયન ડોલર છે. 4.39 ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા સ્થાને છે. આ મામલે જર્મની ચોથા સ્થાને છે અને તેની અર્થવ્યવસ્થા 4.28 ટ્રિલિયન ડોલર છે.