Site icon Revoi.in

સ્કૂલોમાં આવા તો કેવા નિયમો,જાણીને સૌ કોઈ ચોંકી જશે,વાંચો

Social Share

વિશ્વના મોટા ભાગના દેશો પોતાના દેશની ભણતર પદ્ધતિને અવા-નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ક્યારેક એવા નિયમો બનાવવામાં આવે કે બાળકોના મા-બાપને પણ ચિંતા થાય કે આવા તો કેવા નિયમો. તો વાત છે સૌથી પહેલા ચીનની સ્કૂલોની. ચીનમાં બાળકોને ઉંઘવાની આઝાદી છે – આ બાબતે ચીન માને છે કે બાળક શાળામાં લગભગ અડધો કલાક સૂઈ શકે છે અને આ શાળાઓનું માનવુ છે કે કામ વચ્ચે બ્રેક લેવાથી યાદશક્તિ સુધરે છે.

હવે વાત છે અમેરિકાના કેલિફોર્નિયાની એક શાળા કે બાળકોને હાઈ ફાઈવ્સ આપવા અને આલિંગન પર પ્રતિબંધ છે. જો કે આ પ્રકારના વર્તનથી બાળકો કોઈને મિત્ર કે દોસ્ત નથી બનાવી શકતા અને શાળામાં એકલતાનો પણ અનુભવ થાય છે.

યુકે (યુનાઈટેડ કિંગડમ)ની કેટલીક શાળાઓમાં બેસ્ટ ફ્રેન્ડ બનાવવા પર પ્રતિબંધ છે. શાળાઓ માને છે કે મિત્રો બન્યા પછી જો મિત્રતા તૂટી જાય તો તેમને ઘણી તકલીફ પડે છે.

જો વાત કરવામાં આવે અફ્ઘાનિસ્તાનની તો ત્યાં તો તાજેતરમાં તાલિબાનોએ શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પડદા રાખ્યા છે, જેથી તેઓ એકબીજાને જોઈ શકે નહિ. જો કે શિક્ષણને લઈને આ પ્રકારે કરવામાં આવતા અત્યાચારથી બાળકો નાની ઉંમરમાં જ મિત્ર બનાવવાનું ભુલી જાય છે અને આગળ જતા તેને એકલા રહેવાની આદત પડી જાય છે, અને જ્યારે કોઈ સાથે રહેવાનું આવે ત્યારે ઝગડા થવાની સંભાવના વધી જાય છે.