Site icon Revoi.in

એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી,આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન,આ રીતે ભરો ફોર્મ

Social Share

દિલ્હી:ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ, જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર, 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે.સત્તાવાર સૂચના અનુસાર, અગ્નિવીર માટે ઓનલાઈન પરીક્ષા 18 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન લેવામાં આવશે.

અગ્નિપથ યોજના હેઠળ યુવાનોને એરફોર્સમાં અરજી કરવાની તક આપવામાં આવશે.આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી એરફોર્સમાં સેવા કરવાની તક મળશે.ચાર વર્ષની સેવા પછી, ઉમેદવારોને મોટી રકમ આપવામાં આવશે.

આ સિવાય તેમને અગ્નિવીર કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સેવા દરમિયાન અગ્નિવીરોને દર વર્ષે 30 દિવસની રજા પણ આપવામાં આવશે. આ સિવાય તેમને તબીબી સલાહના આધારે બીમારીની રજા આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે અરજી ફી રૂ. 250 છે અને તે ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા ભરી શકાય છે.