Site icon Revoi.in

મુસાફરોની માંગ બાદ નડિયાદ રેલવે સ્ટેશન પર વધુ 13 ટ્રેનો ઉભી રહેશે, વાંચો કઇ ટ્રેન ઉભી રહેશે

Social Share

નડિયાદ: મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની વિવિધ ટ્રેનોને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. નડિયાદ સહિત સમગ્ર ખેડા જીલ્લાના લોકો તરફથી નડિયાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનોને મુસાફરોની સુવિધા માટે સ્ટોપેજ આપવા માગણી કરવામાં આવી હતી.

નડિયાદ શહેર જીલ્લાનું વડુ મથક છે, તેમજ રોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. એવામાં પશ્વિમ રેલવે તરફથી સાંસદ દેવુસિંહ ચૌહાણની રજૂઆતના પગલે નડિયાદ સ્ટેશન પર 13 ટ્રેનોને સ્ટોપેજ અપાયા છે.

આ 13 ટ્રેનોને સ્ટોપેજ અપાયું

જેમાં ટ્રેન નં. 02973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક સ્પેશ્યલ દર બુધવારે રાત્રે 7.50 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 02974 પુરી-ગાંધીધામ સ્પેશ્યલ સાપ્તાહિક દર શનિવારે રાત્ર 1.08 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 06587 યશવંતપુર-બીકાનેર 18 દર શુક્રવાર અને રવિવારે સાંજે 6.47 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 06588 બિકાનેર-યશવંતપુર દર મંગળવારે અને રવિવારે 8.34 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પે. રાત્ર 9.13 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 09116 ભુજ-દાદર સવારે 6.15 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 09115 દાદર-ભુજ સ્પેશ્યલ દરરોજ રાત્રે 10.22 કલાકે નડિયાદ પહોંચશે.

ટ્રેન નં. 2944 અમદાવાદ-પુરી સ્પેશ્યલ અઠવાડિયામાં 4 દિવસ સોમ, ગુરુ, શનિ, રવિ રાત્રે 7.41 કલાકે નડિયાદ પહોંચશે.

તે ઉપરાંત ટ્રેન નં. 2943 પુરી-અમદાવા ટ્રેન, ટ્રેન નં. 1469 સોમનાથ-જબલપુર સ્પેશ્યલ, ટ્રેન નં. 01465 જબલપુર-સોમનાથ, ટ્રેન નં. 01464 જબલપુર-સોમનાથ, ટ્રેન નં. 1466 જબલપુર-સોમનાથ સ્પેશ્યલ ટ્રેનનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ, હાર્ટ હોસ્પિટલ, ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી, આયુર્વેદિક કોલેજ તથા અન્ય રાજ્યોના પરિવારો પણ વસવાટ કરે છે. આ હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર માટે તેમજ કોલેજમાં જુદા જુદા શહેરોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. પશ્વિમ રેલવેના આ નિર્ણયથી હવે મુસાફરોને વધુ સુવિધા પ્રાપ્ત થશે.

(સંકેત)