Site icon Revoi.in

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી

Social Share

અમદાવાદ: ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું નિધન થયું છે. ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાના નિધન પર નામાકીંત ન્યૂઝ કન્ટેન્ટ પોર્ટલ રિવોઇ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર વતી અમૃતભાઈ આલ દ્વારા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે. તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને તેમના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતૃશ્રીના નિધન પર ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે પણ શોક વ્યક્ત કર્યો હતો તેમજ પરમકૃપાળુ ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને ભૂપેન્દ્રસિંહજી અને એમનાં પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપના પીઢ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાનું આજે નિધન થયું છે. કમળાબા 94 વર્ષની ઉંમર ધરાવતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

માતાના નિધન અંગેના સમાચારો પ્રાપ્ત થતાં જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માદરે વતન જવા માટે રવાના થયા હતા. સાથે જ તેમના સાથી મંત્રીએ પણ જોડાયા હતા.

મહત્વનું છે કે, કમળાબાના નિધનને પગલે ચુડાસમા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

(સંકેત)