Site icon Revoi.in

પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના પત્ની સુહાસિનીબેનનું નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્વાંજલિ

Social Share

અમદાવાદ: ગુજરાતના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિનીબેન વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના પત્નીનું નિધન થતા રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ સુહાસિનીબેન વ્યાસના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ટ્વિટરના માધ્યમથી તેમની પત્નીના દેહાંત અંગેની જાણકારી આપી હતી.

પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસના પત્ની સુહાસિનીબેન વ્યાસ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ડૉક્ટર જયનારાયણ વ્યાસ તેમજ સુહાસિનીબેનનું દાંપત્યજીવન 50 વર્ષ કરતા પણ ખૂબ લાંબુ રહ્યું છે. તેઓએ બે દીકરા અને એક દિકરીનો પરિવાર મૂકી આ દુનિયામાંથી ચિર વિદાય લીધી છે.

Exit mobile version