Site icon Revoi.in

સરકારની ગુજરાતની જનતાને ભેટ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ BS-6 નોર્મ્સની 101 બસોનું કર્યું લોકાર્પણ

Social Share

ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતની જનતાને વધુ એક ભેટ આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત S.T. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મૂકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 એસ. ટી. બસોનું લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણ દરમિયાન સીએમ રૂપાણીએ કહ્યું હતું કે એસ.ટી. નિગમે કોરોના કાળમાં પણ મુસાફરોને અવિરત સેવા પૂરી પાડી છે. કોરોના સંક્રમણની સ્થિતિને કારણે ટૂરિઝમ સેક્ટરને ફટકો પડ્યો છે ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર નિગમે 50 ટકા મુસાફરોની મર્યાદા સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી અને જરૂરિયાતમંદોને દૈનિક પ્રવૃત્તિઓ માટે યાતાયાત પરિવહન પૂરું પાડ્યું છે.

અગાઉ જાન્યુઆરી મહિનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકાર BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1000 બસ સેવાઓ મુસાફરોની પ્રજાલક્ષી સેવામાં શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. એસ.ટી. નિગમના કર્મીઓએ કોરોના સ્થિતિમાં પણ અવિરતપણે ફરજ પર રહીને આ 1000 બસ પૈકીના પ્રથમ લોટની 101 BS-6 બસોનું નરોડા ખાતેના સેન્ટ્રલ વર્કશોપમાં નિર્માણ કર્યું છે.

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફતે મુખ્યપ્રધાને 101 બસોને રાજ્યના 16 એસ.ટી. વિભાગના વિસ્તારોમાં મુસાફરલક્ષી સેવામાં અર્પણ કરી હતી. આ અવસરે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદું તેમજ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ જોડાયા હતા.

(સંકેત)