Site icon Revoi.in

મોટેરા સ્ટેડિયમના લોકાર્પણમાં રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે, સજ્જડ બંદોબસ્તનું આયોજન

Social Share

અમદાવાદ: ઇતિહાસમાં પ્રથમવાર ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરનાર છે. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે શહેર પોલીસે ભારત-ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને સજ્જડ સુરક્ષા પૂરી પાડવાનું પૂર્વાયોજન કર્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મોટેરા સ્ટેડિયમ અને આશ્રમ રોડ પર આવેલી હોટલમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવવાના હોવાથી હાઇએલર્ટ વચ્ચે સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

પોલીસને ક્રિકેટ મેચ ડ્યૂટીની ફાળવણી કરવામાં આવશે. તા.18ને ગુરુવારે બન્ને ક્રિકેટ ટીમ અમદાવાદ આવશે અને તા.20 માર્ચે છેલ્લી મેચ રમશે. આમ, કુલ 30 દિવસ માટે બન્ને ટીમને લોખંડી સુરક્ષા માટે પોલીસ સજ્જ બની છે.

એક તરફ અમદાવાદમાં તા.21ના રોજ મતદાન યોજાનાર છે તે સાથે જ ભારત-ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના લાંબા રોકાણ સાથે બે ટેસ્ટમેચ અને પાંચ ટી-20 મેચોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના આયોજનમાં પોલીસ ગૂંથાઇ છે.

બીજી ટેસ્ટમેચ પૂર્ણ થતાં આવતીકાલ તા. 18ના રોજ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો અમદાવાદ આવી પહોંચશે. બન્ને ટીમને આશ્રમ રોડ ખાતેની હોટલ હયાતમાં રાખવામાં આવનાર છે. બન્ને ટીમના આગમન પહેલાં બુધવાર, તા. 17થી જ હોટલમાં સજજડ સુરક્ષા વ્યવસૃથા ગોઠવી દેવામાં આવનાર છે.

ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો તા. 24થી ત્રીજી ટેસ્ટમેચ અને તા. 4 માર્ચથી ચોથી ટેસ્ટમેચ રમનાર છે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં તા. 24ના રોજ મોટેરાના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસિૃથત રહેનાર છે. તા. 24ના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેમ ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત તા. 12થી 20 માર્ચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ ખાતે જ પાંચ ટી-20 મેચ રમાશે. આમ, તા. 18 ફેબુ્રઆરીથી તા. 20 માર્ચ સુધી કુલ 30 દિવસ સુધી ભારત-ઈંગ્લેન્ડની ટીમો અમદાવાદમાં રોકાશે. આ 30 દિવસ દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને હોટલ ઉપર રાઉન્ડ-ધ-ક્લોક ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ અિધકારી સૂત્રોએ ઉમેર્યું કે, ક્રિકેટરો 30 દિવસ હયાત હોટલમાં રોકાશે. પોલીસની સતત બે શિફ્ટમાં ડયુટી કરશે. હોટલમાં આવતીકાલ, બુધવારે બંદોબસ્તની વહેંચણી કરવામાં આવનાર છે. સ્ટેડીયમ ફરતે પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટેના આયોજન કરવામાં આવી રહ્યાં છે.

બન્ને ટીમો હોટલથી સ્ટેડિયમ અવરજવર કરે તે દરમિયાન સુરક્ષા વ્યવસૃથા ઉપરાંત કોન્વોય સહિતના ચૂસ્ત સુરક્ષા આયોજન કરાશે.

(સંકેત)